ટ્રેક્ટર અને કૃષિ યાંત્રીકીકરણ સહાય યોજના

ટ્રેક્ટર અને કૃષિ યાંત્રીકીકરણ સહાય યોજના. હેતુ: ખેતી કામમાં શ્રમ અને સમયનો બગાડ અટકાવવો તથા યાંત્રિકીકરણ દ્વારા ઉત્પાદકતા વધારવી.
ટ્રેક્ટર અને કૃષિ યાંત્રીકીકરણ સહાય યોજના
Tractor and Machinery Scheme Gujrat

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા, ખેતી ખર્ચ ઘટાડવા અને પ્રાકૃતિક તેમજ આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

  • મળવાપાત્ર લાભ:

    • નાના, સીમાંત અને અનુસૂચિત જાતિ/જનજાતિના ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદી પર ખર્ચના ૫૦% અથવા મહત્તમ નિર્ધારિત સબસિડી (સામાન્ય રીતે ₹૪૫,૦૦૦ થી ₹૬૦,૦૦૦ સુધી મોડેલ મુજબ).

    • રોટાવેટર, પાવર ટિલર, કલ્ટીવેટર, પ્લાઉ અને સ્વચાલિત વાવણીયા જેવા અન્ય કૃષિ ઓજારો પર ૪૦% થી ૫૦% સુધીની સહાય.

  • પાત્રતા: અરજદાર ખેડૂત ખાતેદાર હોવા જોઈએ અને છેલ્લાં વર્ષોમાં સમાન સાધન માટે લાભ લીધેલો ન હોવો જોઈએ.

  • જરૂરી આધાર-પુરાવા: ૭/૧૨, ૮-અ, આધાર કાર્ડ, જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય), જી.એસ.ટી. બિલ અને અધિકૃત ડીલરનું ક્વોટેશન.

Follow Us: