ખેડૂતોને કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા ‘i-khedut 2.0’ પોર્ટલ થશે કાર્યરત

રાજ્યના લાખો ખેડૂતોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ખેડૂતોને વિવિધ સરકારી સહાય યોજનાઓ, અદ્યતન કૃષિ તકનીક અને બજાર ભાવોની માહિતી આંગળીના ટેરવે મળી રહે તે હેતુથી પ્રશંસનીય રીતે અપગ્રેડ કરેલું ‘i-khedut 2.0 Portal’ ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટે ટૂંક સમયમાં ખુલ્લું મુકવામાં આવશે. જે ખેડૂતો યોજનાઓનો લાભ લેવા ઈચ્છે છે, તેઓને સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
ખેડૂતોને કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા ‘i-khedut 2.0’ પોર્ટલ થશે કાર્યરત
i-khedut 2.0 Portal Gujrat
એક જ પોર્ટલ પર મળશે તમામ ક્ષેત્રોની યોજનાઓનો લાભ
રાજ્યમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ટકાઉ વિકાસ લાવવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયેલા આ પોર્ટલ (ikhedut yojana Portal) પર અલગ-અલગ વિભાગોની કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મેળવી શકાશે:
    • ખેતીવાડી અને બાગાયત વિભાગની યોજનાઓ: પાક સંરક્ષણ અને બગીચાઓના વિકાસ માટેના વિવિધ ઘટકો.
    • પશુપાલન અને મત્સ્યઉદ્યોગ: પશુધન તેમજ માછીમારોના કલ્યાણ માટેના નાણાકીય પેકેજ અને સબસિડી.
    • ગૌસેવા અને આત્મા (ATMA) પ્રોજેક્ટ: ગૌચર વિકાસ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પ્રોત્સાહન આપતી સરકારી સ્કીમ્સ.

અરજી કરતી વખતે કયા પુરાવા સાથે રાખવા?
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યોજનાઓનો પારદર્શી અને સીધો લાભ ખેડૂતોના ખાતામાં પહોંચાડવા માટે ઓનલાઈન અરજી કરતી વખતે નીચે મુજબના આધાર પુરાવા (દસ્તાવેજો) અનિવાર્ય રહેશે:
૧. આધાર કાર્ડની વિગત
૨. બેંક પાસબુક (અથવા કેન્સલ ચેક) ની વિગત
૩. જમીનના રેકોર્ડ સંબંધિત ૮-અ ની નકલ
ખેડૂતો માટે ખાસ સૂચના: એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી
આગામી સમયમાં સરકારી સેવાઓ અને ખેડૂત-કેન્દ્રિત યોજનાઓનો લાભ કોઈપણ અવરોધ વિના સરળતાથી મેળવવા માટે, તમામ ખેડૂતોએ એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી (Farmer Registry) માં વહેલી તકે નોંધણી કરાવી લેવી ફરજિયાત છે. ખેડૂત મિત્રો આ નોંધણી પોતાના મોબાઈલ અથવા વેબ પોર્ટલ gjfr.agristack.gov.in દ્વારા જાતે કરી શકે છે અથવા તો ગામના વીસીઈ (VCE) કે સીએસસી (CSC) સેન્ટર પર જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરાવી શકે છે.

Follow Us: