નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. એમ. નાઈકે વઘઈના હિલ મિલેટ રિસર્ચ સ્ટેશનની લીધી મુલાકાત
ડાંગ (વઘઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU), નવસારીના માનનીય કુલપતિ ડૉ. આર. એમ. નાઈકે 9 સપ્ટેમ્બર 2026ના રોજ વઘઈ (ડાંગ) સ્થિત હિલ મિલેટ રિસર્ચ સ્ટેશનના રાંભાસ ફાર્મ અને રાજેન્દ્રપુર ફાર્મની વિસ્તૃત મુલાકાત લીધી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વાઘઈ દ્વારા આયોજિત 'ટેકનોલોજી સપ્તાહ' (Technology Week) ના વિશેષ અવસરે આ ઉચ્ચ સ્તરીય મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું
કુલપતિની આ પ્રગતિશીલ મુલાકાતમાં યુનિવર્સિટીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા, જેમાં સંશોધન નિયામક ડૉ. ટી. આર. અહલાવત, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્મા, વિદ્યાર્થી કલ્યાણ નિયામક પ્રો. જૈમીન નાઈક, તેમજ સહ-સંશોધન નિયામકો ડૉ. વિકાસ આર. નાઈક અને ડૉ. લલિત મહાત્માનો સમાવેશ થાય છે. વાઘઈ કેન્દ્રના યુનિટ હેડ અને સહયોગી સંશોધન વૈજ્ઞાનિક ડૉ. પરેશ એ. વાવડીયાએ તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને સમગ્ર ફાર્મ ભ્રમણનું સંચાલન સંભાળ્યું હતું.
ચાલુ સંશોધનો અને પ્રાયોગિક ક્ષેત્રોનું ઝીણવટભર્યું નિરીક્ષણ
મુલાકાત દરમિયાન કુલપતિ ડૉ. આર. એમ. નાઈકે બંને સંશોધન ફાર્મ પર ચાલી રહેલા વિવિધ કૃષિ પ્રયોગો, ક્ષેત્રીય પ્રવૃત્તિઓ અને ખાસ કરીને હલકા ધાન્ય (Small Millets – જેમ કે નાગલી, વરી, બંટી વગેરે) ના પાકોની સુધારેલી જાતોના બિયારણ ઉત્પાદનનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે ત્યાં કાર્યરત કૃષિ વૈજ્ઞાનિકો અને સ્ટાફ મિત્રો સાથે સીધો સંવાદ સાધીને સંશોધનોની પ્રગતિ વિશે ચર્ચા કરી હતી.
ભવિષ્યની વ્યૂહરચના અને મિલેટ ઉદ્યોગને પ્રોત્સાહન
બપોરના સત્રમાં એક વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં યુનિટ હેડ દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા સંશોધનો અને ખેડૂતલક્ષી વિસ્તરણ પ્રવૃત્તિઓનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
Follow Us:
