દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી સહાય યોજના
દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી સહાય યોજના. હેતુ: રાસાયણિક ખાતરો અને જંતુનાશકો મુક્ત ખેતીને વેગ આપવો તથા ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા, ખેતી ખર્ચ ઘટાડવા અને પ્રાકૃતિક તેમજ આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
-
મળવાપાત્ર લાભ:
-
એક દેશી ગાય ધરાવતા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ગાયના નિભાવ ખર્ચ પેટે દર મહિને ₹૯૦૦ (વાર્ષિક ₹૧૦,૮૦૦) સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
-
જીવામૃત અને ઘનજીવામૃત બનાવવા માટે જરૂરી પ્રાકૃતિક કૃષિ કીટ (ડ્રમ વગેરે) ખરીદવા માટે પણ એક વખતની આર્થિક સહાય મળે છે.
-
-
પાત્રતા: ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ, દેશી ગાય હોવી જોઈએ (ટેગિંગ થયેલું હોવું ફરજિયાત) અને પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોવી જોઈએ.
-
જરૂરી આધાર-પુરાવા: ૭/૧૨ અને ૮-અ ના ઉતારા, આધાર કાર્ડ, બેંક પાસબુક નકલ, ગાયના કાનના ટેગનો નંબર.
Follow Us:
