કેન્દ્ર સરકારમાં નોકરીની સુવર્ણ તક: SSC CGL દ્વારા ગ્રુપ B અને C ની ૧૨,૨૫૬ ખાલી જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત

ગાંધીનગર :સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા ૨૦૨૬નું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ગ્રુપ 'B' અને 'C' ની કુલ ૧૨,૨૫૬ ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરાઈ છે. કોઈપણ પ્રવાહના ગ્રેજ્યુએટ ઉમેદવારો આ કેન્દ્રીય ભરતીમાં ભાગ લઈ શકે છે.
કેન્દ્ર સરકારમાં નોકરીની સુવર્ણ તક: SSC CGL દ્વારા ગ્રુપ B અને C ની ૧૨,૨૫૬ ખાલી જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત
SSC Jobs
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
    • લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક (Graduation) થયેલું હોવું જોઈએ (કેટલીક વિશેષ પોસ્ટ માટે સંબંધિત વિષય જરૂરી).
    • વયમર્યાદા: ન્યૂનતમ ઉંમર ૧૮ વર્ષ અને પદ પ્રમાણે મહત્તમ ૨૭ થી ૩૨ વર્ષ, નિયમોનુસાર અનામત વર્ગને છૂટછાટ.

અરજી ફી
    • જનરલ / OBC / EWS: ₹ ૧૦૦/-
    • SC / ST / PH / મહિલાઓ: નિઃશુલ્ક (કોઈ ફી નથી)

પરીક્ષા પદ્ધતિ (Selection Process)
પરીક્ષા મુખ્યત્વે બે ઓનલાઇન કમ્પ્યુટર આધારિત (CBT) તબક્કામાં લેવાશે:
૧. Tier-I: ૧૦૦ પ્રશ્નો (૨૦૦ ગુણ), ૬૦ મિનિટનો સમય (ક્વોલિફાઇંગ).
૨. Tier-II: અલગ-અલગ સેશન, જેના આધારે આખરી મેરિટ બનશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને One-Time Registration (OTR) કરી, લોગિન કરીને વિગતો ભરી, ફોટો-સિગ્નેચર અપલોડ કરી અને ફી ભરીને ફોર્મ સબમિટ કરી શકે છે. સમયસર અરજી કરી દેવા તથા વધુ વિગતો માટે અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવા અનુરોધ છે.

Follow Us: